આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં ચારોતરફ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગતા ગીર મધ્ય જંગલમા ધોધમાર વરસાદ વરસતા ગીરગઢડા ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી નદીમાં પુર આવતા બન્ને કાંઠે નદીઓ વહેવા લાગી હતી.
ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે થી પસાર થતી માલણ નદીમાં પુર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં હતાં. અને લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. જોકે ભારે વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઇ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
જોકે ઉના ગીરગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે માટે અમી છાંટણા પડ્યા હતા. અને થોડીક વાર ઠંડો પવન ફુંકાયો હતો. પરંતું વરસાદ વરસ્યો નહી હાલ વરસાદી માહોલ જામ્યો હોય વરસાદ કયારે વરસે તેની લોકો રાહ જોઈ બેઠા છે.

