Gujarat

બોરીવલીના દ્વારકાધીશ ભજન મંડળે કર્યું જરૂરિયાતમંદ પરિવારોને અનાજનું વિતરણ

દિવાળી નજીક આવી રહી છે ત્યારે એ જરૂરિયાતમંદ પરિવારોને દ્વારકાધીશ ભજન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે સવારે સાડાદસ વાગ્યાથી અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૩૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારે એનો લાભ લીધો હતો.

આ બાબતે વધુ માહિતી આપતાં મંડળના સભ્ય હરીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘણાં વર્ષોથી દિવાળી નિમિત્તે અનાજનું વિતરણ કરીએ છીએ જેથી જરૂરરિયાતમંદ પરિવારને જરૂરી રૅશન મળી રહે અને તે લોકો પણ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી શકે.

ભજન મંડળમાં અમે સૌ પૈસા જમા કરીએ છીએ અને જરૂરિયામંદ લોકોને મદદ કરીએ છીએ. જરૂરિયાતમંદ પરિવારોનું લિસ્ટ પહેલાં બનાવીને તે લોકોને જે રૅશન જોઈતું હોય એ અમે ભરાવી આપ્યું હતું. રવિવારે અમે ૧૩૦ પરિવારને અનાજનું વિતરણ કર્યું હતું.’