Gujarat

મોરબીમાં Dy.SPએ વિદ્યાર્થીઓને મનપસંદ ક્ષેત્રમાં કરિયર બનાવવા 3 ગુણ સમજાવ્યા

મોરબીની નીલકંઠ સ્કૂલ-મોરબી ખાતે ડીવાયએસપી સમીર શારડાના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન કરાયું હતું. જેમાં તેઓએ મનગમતા ક્ષેત્રેમાં કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને સફળતા ન મળે ત્યાં સુધી મંડ્યા રહો, ક્યારેય હતાશ ન થઈને આત્મવિશ્વાસ ન ગુમાવવો, સફળતા મલ્યે છકી ન જવું એમ ત્રણ ગુણ સમજાવ્યા હતા.

મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે તાજેતરમાં ધોરણ-10 & 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે અતિ મહત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

વિદ્યા ર્થીઓને કંઈક નવીન,કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં DYSP સમીર સારડા , RSS સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક વિભાગના કાર્યવાહક મહેશભાઈ બોપલિયા અને યુવા આગેવાન જયદીપભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતાં. ધો.10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે DYSP સમીરે કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી,સફળ થવામાં અનુભવ અને મહેનતનું મહત્વ,સમાજમાં લો એન્ડ ઓર્ડરની જાળવણી,રોજબરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમ થી કેવી રીતે બચવું વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અનુભવના આધારે આપવામાં આવેલી આ માહિતી અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓની અનેક વિટંબણાઓ દૂર થઇ હતી.