Gujarat

શૈક્ષણિક સંસ્થાનું પરિણામ 100 ટકા

ખંભાળિયામાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી ડિવાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગનું તાજેતરમાં જી.એન.એમ. અને એ.એન.એમ.નું 100 ટકા પરિણામ આવ્યું છે. તાજેતરમાં આવેલા જી.એન.સી.ના પરિણામમાં ખંભાળિયાની શ્રી ડિવાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં એ.એન.એમ. (સેકન્ડ યર) અને જી.એન.એમ. (સેકન્ડ યર)ના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા આ સંસ્થાનું પરિણામ સો ટકા આવ્યું છે.

આ સિદ્ધિને બિરદાવવા સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર પી.વી. કંડોરીયાએ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, સતત પ્રયત્નશીલ રહેલા તમામ ટિચિંગ ફેકલ્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો.