Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તીરંદાજી એકેડેમીની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તિરંદાજી એકેડેમીની મુલાકાત છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે લીધી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સાથે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ભીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.