જીલ્લા કલેક્ટર, ડે.કલેક્ટર, સાસંદ , ધારાસભ્યો , પત્રકાર સહીતની જીલ્લાકક્ષાએ નિમણૂક કરાઇ
રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા જળવાઇ રહે અને કોમવાદ , જાતિવાદ , પ્રાદેશીકતાવાદ જેવા અનિષ્ટોનૈ દુર કરવા ભારત સરકાર દ્રારા રાષ્ટ્રીય એકતા પરિષદની રચના કરવામા આવે છે .તેજ રીતે રાજયકક્ષાએ પણ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા સંવધઁન, સમગ્ર રાજયમા શાંતિ એકતા અને સદભાવના જાળવી રાખવાના હેતુસર રાજ્ય એકતા સમિતી ની રચના થયેલ છે અને ગૃહવિભાગના ઠરાવથી ગીરસોમનાથ જીલ્લામા પણ જીલ્લા એકતા સમિતીની રચના કરવામા આવી છે .જેમા અધ્યક્ષ તરીકે જીલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા , ડીડીઓ, અધિક કલેક્ટર,જીલ્લા શિક્ષણ અધિકારી , સાસંદ રાજેશ ચુડાસમા , તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, કોડીનાર ના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત ના પ્રમુખ મંજુલાબહેન મુછાર,જીલ્લા પત્રકાર સંઘ (ABPSS) ના પ્રમુખ મિતેષ પરમાર, જીલ્લા કોળીસેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા, માલધારી સમાજના ભૂપત કોડીયાતર , સાધુસમાજના ધર્મેન્દ્ર નિમાવત, આ સહીતની નિમણૂક કરવામા આવી છે .

