Gujarat

વેરાવળ-શાપર ના સર્વિર્સ રોડ પર ખુલ્લી ગટર માં ટ્રક પલ્ટી મારતા ડ્રાંઇવર નો આબાદ બચાવ 

વેરાવળ-શાપર ના નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર નર્મદા ગેટ ની સામે વર્ષો જૂનું ખાડો પડી ગયેલ હોય હાઇવે આપથોરિટી ની બેદરકારી ના કારણે રીપેરીંગ કરવામાં નહીં આવતા આજે 4:30 વાગ્યાં ના અરસામાં એક ટ્રક Gj-03 BY 5901 નામનો પલ્ટી મારી જતા નારણભાઈ તુલસીભાઈ વાઘેલા નામના ડ્રાંઇવર નો આબાદ બચાવ થયો છે. જેથી આવા અનેક બનાવો વારંવાર સર્વિસ રોડ પર બનતા હોય છે.
તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરવામાં આવતા લોકો મુશ્કેલી માઁ મુકાયા છે. જેથી અહીંયા વારંવાર વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બીજી બાજુ ખાડાઓ ની ભરમાર સર્વિસ રોડ પર હોવાના લીધે સીએનજી રીક્ષા ફસાય જતા થોડી વાર ટ્રાફિક જામ થયો હતો. તેમજ  ટ્રાઈવર સહીત મુસાફરો નો આબાદ બચાવ થયેલ હતો. આવા અનેક બનાવો દિવસ માં બનતા હોય છે.
જેથી વહેલી તકે કોઈનો જીવ લ્યે એમની પેલા આવી ખુલ્લી ગટરો ની ફરતે સેફટી ની રેલીગ ફિટિંગ કરવામાં આવે તેવી લોક માંગ છે.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ