Gujarat

કઠલાલ એમજીવીસીએલ સબ ડિવિઝન ૧ ના કર્મચારીઓને ઉમદા કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરાયા

કઠલાલ એમજીવીસીએલ -૧  કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી અને માર્ચ મહિના સુધીમાં જ જીરો રિકવરી કરી લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો હતો.
એમજીવીસીએલ- ૧ દ્વારા ઝીરો ડેબિટ એરિયર્સ પૂરું કરી ઉત્તમ કામગીરી કરી હતી.
કઠલાલ એમજીવીસીએલ સબ ડિવિઝન ૧ ને ઉમદા કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે કઠલાલ ખાતે ઉત્તમ કામગીરી કરનાર સૌ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ કર્મચારીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પી.સી.પટેલ અધિક્ષક ઇજનેર નડિયાદ વર્તુળ,આર.એમ.પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નડિયાદ,યુવરાજસિંહ.કે.મકવાણા કઠલાલ, જે.એમ.બ્રહ્મભટ્ટ,આર.જી.શર્મા. એમ.આર.બારૈયા કઠલાલ  સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.