રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી,દહેગામ દ્વારા ગુજરાત રાજ્યના અનુસુચીત જન જાતીના ઉમેદવારોને અગ્નીવીર ભરતીમા સારો દેખાવ કરીને સફળ થાય તે આશયથી 75 દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવે છે. જે માટેની પ્રથમ બેચ ગત વર્ષે યોજાઈ હતી..જેમા છોટાઉદેપુર જીલ્લાના ઉમેદવારોની પસંદગી કરવા રોજગાર કચેરીના સહયોગથી સમગ્ર જીલ્લામા કોલેજોમાથી અરજીઓ મેળવીને સ્ક્રુટીની કરવામા આવી હતી.
જેમાંથી 38 ઉમેદવારોની પસંદગી કરીને તાલીમ આપવામા આવી હતી. બીજી બેચમા પણ ગુજરાતના 150 ઉમેદવારોને તાલીમ આપવામા આવી રહી છે. જેમાંથી 24 ઉમેદવારો છોટાઉદેપુરના છે. જેઓની ઓનલાઈન ટેસ્ટ લઈને મેરીટના આધારે પસંદગી કરવામા આવેલ છે.
આ તાલીમ માટે ઉમેદવારની ઉંમર 17.5 થી 21 વર્ષની હોવી જરુરી છે. તેમજ ધો 10 મા 45 % હોવા જરુરી છે.તા 5.10.24 ના શનિવારના રોજ છોટાઉદેપુરના ઈ.ચા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનીના અગ્નીવીર માટેના તાલીમ સેન્ટર,મેકસ કેમ્પસ , મીઠાના મુવાડા ,દહેગામ -બાયડ રોડ ,તા .દહેગામની મુલાકાત લીધેલ હતી.
અને તાલીમ માટેના કલાસ,ફેકલ્ટી,ભોજન કેન્ટીન ,તેમજ લાઈબ્રેરી,જીમ,વગેરેની મુલાકાત લીધી હતી. અને ઉમેદવારોના તાલીમ અંગે ફીડબેક મેળવીને તાલીમનુ મહત્વ સમજાવીને સંરક્ષણ ક્ષેત્રે કાર્રકિર્દી બનાવવા પ્રોત્સાહીત કર્યા હતા. અને ઉમેદવારો એ રોજગાર અધિકારીની મુલાકાતથી ખુસી વ્યકત કરી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

