રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા અને ટીમની કામગીરી
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે સમગ્ર જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને રૂરલ એલસીબીની ટીમે વીરપુર નજીક ટોલનાકા પાસે દારૂ અને કાર મળી કુલ ૪.૦૨ લાખની મતા ઝડપી પાડી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચના અનુસાર રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી.બડવા અને એચ.સી.ગોહીલની જુદી જુદી ટીમ કાર્યરત હોય ત્યારે ટીમના અબ્બાસભાઇ ભારમલને મળેલ બાતમીના આધારે વીરપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલ ટોલટેક્ષ પાસેથી અંગ્રેજી દારૂ ભરેલી કાર નીકળવાની હોય જેથી રૂરલ એલસીબીની ટીમના બાલકૃષ્ણ ત્રિવેદી, રાજુ સાંબળા, દિવ્યેશ સુવા, અબ્દુલ શેખ સહીતનાઓ વોચ ગોઠવી તપાસમાં હોય ત્યારે નીકળેલી બાતમીવાળી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની રૂા.૧.૨૭ લાખની ૬૨૯ બોટલો મળી આવતા પોલીસે અંગ્રેજી દારૂ તથા મોબાઇલ અને કાર મળી કુલ રૂા.૪.૦૨ લાખની મતા સાથે મીલન પટોળીયા, સતીષ ક્યાડા, સોનીક પોશિયા અને નરેન્દ્ર ચાંડેગરાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

