Gujarat

આઝાદીના 78 વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોનો વિકાસ પાણીમાં

* છોટાઉદેપુર તાલુકાના છેવાડે વસતી આદિવાસી પ્રજા વિકાસ ઝંખી રહી છે, અભ્યાસ અર્થે પાણીમાં ચાલીને શાળાએ જતા બાળકો
* આરોગ્ય લક્ષી સમસ્યા હોય કે શિક્ષણને લગતી સમસ્યા હોય પરંતુ ગામ લોકોએ ફરજિયાત નદીમાંથી પસાર થઈ સામાકિનારે જવાનો વારો આવ્યો
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી. આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ માટે પણ તકલીફોનો સામનો કરવો પડે છે.
 
વાત કરીએ છોટા ઉદેપુર તાલુકાની અને મધ્યપ્રદેશ બંને રાજ્યોની  સરહદે આવેલ બોકડીયા ગામની બોકડીયા ગામમાં જુના પટેલ ફળિયા અને કનાસિયા ફળિયા વચ્ચે એક વળવાઈ કોતર આવેલું છે. આ કોતરમાંથી સામા કિનારે જવા માટે ગામ લોકોએ પાણીમાં ચાલીને જવું પડે છે. જ્યારે આજે રસ્તો પણ નથી. કે બ્રિજ પણ બનાવેલો નથી. નાના બાળકોથી માંડી સર્વે ગામજનોએ આ વળવાઈ કોતર પાર કરીને સામા કિનારે જવું પડે છે. જે રોજિંદી સમસ્યા છે. ચોમાસા દરમિયાન આખો માણસ ડૂબી જાય એટલું પાણી આ નદીમાંથી જતું હોય તેવા સમયે પ્રાથમિક અને આરોગ્ય લક્ષી સેવાઓ તો દૂર બંને ફળિયા સંપર્ક વિહોણા બની જાય છે. જ્યારે દેશ આઝાદ થયો 78 વર્ષ વીતી ગયા છતાં પણ છેવાડાના ગામોનો વિકાસ પાણીમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આદિવાસી પ્રજા વિકાસ ઝંખી રહી છે.
છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલું છોટાઉદેપુર તાલુકાનું બોકડીયા ગામમાં કુલ 4,000ની વસ્તી હોય જ્યારે કાકડપા, કોલ, બોકડીયા, અને રજૂવાંટ આમ કુલ ચાર ગામોની અંદાજે 10,000 જેટલી વસ્તી વસવાટ કરે છે. પરંતુ બોકડીયા ગામમાં જુના પટેલ ફળિયા અને નવા કનાશિયા ફળિયા તરફ જવું હોય તો બે ફળિયાની વચ્ચે આવેલ વળવાઈ કોતર પસાર કરીને પાણીમાં ચાલીને જવું પડે છે. મોટા વાહનો પણ પાણીમાં ફસાય જાય છે. જેને ધક્કો મારીને બહાર કાઢવા પડે છે. જ્યારે મોટરસાયકલ જેવા વાહનો પણ પાણીમાંથી લઈ ચાલકો મજબૂરી વસ પસાર થાય છે. જ્યારે શિક્ષણ મેળવવા અર્થે નાના બાળકો પણ પાણીમાં ચાલીને શાળાએ જતા જોવા મળે છે.  શુ આ વિકાસ છે? સરકારો આવે અને જાય  સરપંચો તલાટીઓ બદલાઈ જાય જ્યારે વિકાસ માત્ર કાગળ પર હોય તેમ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોનું નિરીક્ષણ કરતા આજે પણ છોટાઉદેપુર જિલ્લો 20મી સદીમાં જીવતો હોય તેમ લાગે છે. સુ પ્રજાની વર્ષો જૂની માંગણીઓ ધ્યાને લેવાશે કે કેમ તે પણ પ્રજામાં પ્રશ્ન બન્યો છે. વિકાસની વાતો વચ્ચે  ભારે મોટા મોટા કાર્યક્રમો થતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું કોઈ સરકારના અઘિકારીઓ અને નેતાઓ બોકડીયા ગામની પ્રજની વેદના સમજી શકે તેમ છે? તેઓ પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
બોકડીયા ગામે રસ્તાનો અભાવ હોય બાળકો તથા શિક્ષકો શાળાએ જતા હોય જેમાં આરોગ્યની સેવા ખેતી મહિલાઓને સુવાવડ આવવાની હોય જેવી સમસ્યાઓને પહોંચી વળવા ગામ લોકો લાચાર બની જતા હોય છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પાણી આવતા હોય નદી પસાર કરીને દર્દીને પણ મુખ્ય માર્ગ સુધી લઈ જઈ શકાતો નથી. જ્યારે ચોમાસા દરમિયાન કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને સ્મશાન સમાં કિનારે આવેલું હોય તેની અંતિમ ક્રિયા માટે પણ રાહ જોવાની ફરજ પડે છે. આ સમસ્યા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કે સચોટ જવાબ મળ્યો નથી. તેમ ગામ લોકો જણાવી રહ્યા છે.
વર્ઝન –(1)
 કોલ ગામના રહેવાસી રાઠવા રમેશભાઈ શંકરભાઈ જણાવી રહ્યા છે કે  બોકડીયા ગામ વચ્ચે આ નદી પસાર થાય છે. વરસાદની અંદર અવરજવર માટે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જ્યારે ગામ લોકો રસ્તાની કે બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે. બોકડીયા ગામે શાળા આવેલી હોય અને આંગણવાડી આવેલી હોય શાળાએ જતા બાળકો તથા શિક્ષકોને પણ ભારે પાણીના કારણે અવરજવર કરી શકાતી નથી. જ્યારે પાણી ઉતરે ત્યાં સુધી કલાકો સુધી પ્રજાએ રાહ જોઇને બેસી રહેવાનો વારો આવે છે. આ વલવાઈ કોતર ઉપર પુલ અને રસ્તો બનાવવા માટે અમે ચાર દિવસ અગાઉ કલેકટર કચેરીએ અને જિલ્લા પંચાયત કચેરીએ તથા અન્ય ખાતાઓમાં રજૂઆત કરી છે. જ્યારે ચૂંટાયેલા નેતાઓને પણ રજૂઆત કરી છે. અને બ્રિજ વહેલી તકે બને તેવી અમારી માંગ છે.
વર્ઝન –(2)
બોકડીયા ગામના પટેલ ફળિયાની પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય  તરીકે ફરજ બજાવતા રાઠવા જયેશકુમાર છત્રસિંહ જણાવી રહ્યા છે. કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કમર કમર સુધીનું પાણી નદીમાં આવી જતું હોય છે. જેમાંથી પસાર થઈ અમે શાળાએ જતા હોય છે. શાળામાં નાના નાના બાળકો અભ્યાસ કરે છે સામાકિનારે રહેતા બાળકોને શાળાએ બોલાવવામાં તકલીફ પડે છે. અગાઉ બે ત્રણ કિસ્સા એવા બન્યા હતા કે બાળકો નદીમાં ડૂબીને મોતને ભેટ્યા છે. જેથી એક ગામની વચ્ચે આવેલ આ કોતર ઉપર રસ્તો બનાવો કે બ્રિજ બનાવો એ ખૂબ આવશ્યક છે. પાણી તથા કાચા રસ્તા ઉપરથી દોઢ કિલોમીટર જેવું ચાલીને પસાર થવું પડે છે. જે દરેક વ્યક્તિ માટે જોખમ રૂપ છે.
વર્ઝન (3)
બોકડીયા ગામના રહીશ અને આગેવાન રાઠવા મોતીભાઈ ઢેડીયાભાઈ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં વચ્ચે આવેલો વળવાઈ કોતર જેમાં બાળકોને શાળાએ મૂકવા જવાનો હોય જેમાં અમારી ખેતી રખડી જાય અને ખેતી કરવા જઈએ તો બાળકો સ્કૂલે જવાના રહી જાય જેથી સમય બગડતો હોય અને ખેતી કામ સચવાતું નથી. આવતા ઢોર ઢાકર પણ તણાઈ જતા હોય છે. અગાઉ ના સમયમાં વધુ પાણી હોય અને ગામની મહિલાઓને સુવાવડ આવવાની હોય તેથી પાણીની વચ્ચે પણ સુવાવડ થઈ હોય તેવા બનાવ અગાઉ બની ગયા છે. જેથી અમારે ગામ લોકોની માંગ છે. કે વહેલી તકે રસ્તો અને બ્રિજ બનાવવામાં આવે તો અમારી સમસ્યા નો નિકાલ થાય
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર