ઇવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જામસીંગભાઇ રાઠવા ની આગેવાનીમાં દેશની લોકસભા ચૂંટણી 2024 માં ઇવીએમ રદ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરવા બાબતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઇવીએમ દ્વારા કરાતી ચૂંટણીના પરિણામ અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ છે. અને તેની સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.