Gujarat

સાવરકુંડલાના હાર્દ સમા વિસ્તાર કંડોળિયા શેરીના સ્થાનિક દ્વારા નગરપાલિકાને શેરીના સી. સી રોડનું પાણી લાઈન તેમજ ગેસ લાઈનના ખોદકામ દરમિયાન તૂટેલા રોડનું તાકીદે યોગ્ય સમારકામ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી

આજે નેશનલ પ્રેસ ડે નિમિત્તે શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના આ વિસ્તારની મુલાકાત લઈને જાત માહિતી મેળવી તંત્ર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરેલ છે
સાવરકુંડલા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવતી કંડોળિયા શેરીમાં છેલ્લા ઘણાં સમયથી ગેસ અને પાણી પાઈપ લાઈન અંગે જાહેર રસ્તાનું ખોદકામ કરવામાં આવેલ ગુજરાત ગેસ દ્વારા જેવા તેવા ખાડા બુરવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા આ શેરીમાંથી સી. સી. રોડને  બુલડોઝર દ્વારા ખોદકામ કરીને બાજુની શેરીમાં પાઈપ લાઈન લઈ જવામાં આવી હતી તેમ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું હતું. આ દરમિયાન ખોદકામ થયું તેનું યોગ્ય સમારકામ નહીં થતાં સ્થાનિક લોકોને ચાલવામાં કે વાહન લઈને ઘરેથી બહાર જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
આ પાકા સિમેન્ટ રોડ પર રોડ તોડીને ખોદકામ કરવાને કારણે યોગ્ય સમારકામ નહીં થતાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાયેલ જોવા મળે છે વળી રસ્તામાં કાંકરા વેકરાં અને માટી હોય બાળકો અને અશકતો અને વૃધ્ધો માટે ચાલવુ ખૂબ મુશ્કેલ બની જાય છે. તો વાહન ચલાવવામાં પણ ભારે તકલીફ પડે એમ સ્થાનિકોનું કહેવું. આ કંડોળિયા શેરીનું પ્રવેશદ્વાર એક મેઈન બઝાર તરફ છે તો બીજો રસ્તો લાયબ્રેરી પાસેથી ઢાળ વાળા રસ્તે મણીભાઈ ચોક કે ગાંધી ચોક તરફ જઈ શકાય છે. જો કે આ રસ્તા ઢાળ વાળો તેમજ ચોમાસા દરમિયાન ધોવાણ થયેલું હોય ખાડા ટેકરા વાળો જોવા મળે છે. એટલે વૃધ્ધજનો, અશક્ત બિમાર કે બાળકોને આ રસ્તા પરથી પસાર થવામાં પડવા આખડવાનું જોખમ રહેલું હોય તેમ સ્થાનિક લોકોનું કહેવું છે.
  
તો આ કંડોળિયા શેરીનો તૂટેલા રસ્તાનું સિમેંટથી પાકું સમારકામ કરી આપવાની લેખિત માંગ પણ આ રસ્તાના રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી કરવામાં આવેલ છે. પરંતુ પરિણામ હજુ તો શૂન્ય છે. વળી આ રસ્તામાં ગટર લાઈનની જાહેર કુંડી પણ ઉભરાતી હોય સ્થાનિકોના આરોગ્ય પર જોખમ ઊભું થવાની સંભાવના રહે છે એમ સ્થાનિકોનું કહેવું છે. વળી રોડ, પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની જરૂરિયાત પૂર્ણ કરવી એ નગરપાલિકાની પ્રાથમિક ફરજ હોય આ સંદર્ભે યુધ્ધના ધોરણે નગરપાલિકા દ્વારા યોગ્ય કરી સ્થાનિકોની ફરિયાદનું તાકીદે નિરાકરણ કરવામાં આવે એવી સ્થાનિક રહીશોની વિનમ્ર માંગ છે. આ વિસ્તારમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો જેવાં કે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સહ મંત્રી ભરતભાઈ જોષી, શહેરના પ્રતિષ્ઠિત વેપારી ગોકૂલ જ્વેલર્સવાળા, સત્યમભાઈ સોની, ઉમંગભાઈ ઉપાધ્યાય સમેત અન્ય પ્રતિષ્ઠિતો રહે છે.
હાલ આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં આ સમસ્યા હલ નહીં થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ પણ વિકાસની વાતો થતી હોય ત્યારે આ નેશનલ પ્રેસ ડે ના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ તેમના પોતાના જન્મદિવસ નિમિત્તે આ વિસ્તારની મુલાકાત લઈને જાત માહિતી મેળવી તંત્રના કાન સુધી પહોંચે તેવા અખબારી માધ્યમ દ્રારા નમ્ર પ્રયાસ કરેલ છે.
બિપીન પાંધી