૧૫ ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી માધુરીબેન ચંદ્રેશભાઇ પરમાર દ્રારા આરેણા રૂબરુ આવી શિવમ્ ચક્ષુદાનના માધ્યમથી પોતાનું ચક્ષુદાન નું સંકલ્પપત્ર અર્પણ કર્યું છે. આ સમયે માધુરબેન સાથે એમના જીવન સાથી અને આ વિસ્તારના હજારો યુવાનો ના રાહબર આદરણીય જગદીશ સાહેબ ધારેચા હાજર રહ્યા હતા.
ચક્ષુદાન ની પ્રવૃત્તિ એ એક સેવા કાર્ય છે અને એમને વેગ મળે અને આ સ્થુળ શરીર છુટ્યા પછી પણ કોઈ ને ખપ આવે એ ભાવ આ સમયે શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર સામે જગદિશ સાહેબ અને માધુરીબેન બંન્ને એ એક સાથે વ્યક્ત કર્યો હતો.
: રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

