Gujarat

ઊંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબારઃ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘમાસાણ મચી ગયું

ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં જણાવ્યું કે, નકલી જીરા અને ભેળસેળવાળી વરિયાળીનો કારોબાર મહેસાણા થી લઈને ગાંધીનગર સુધી ચાલતો હોવાનું લાગે છે. તેમનું કહેવું છે કે, તમામ જવાબદારોની મિલીભગતથી જ ભેળસેળિયા બેફામ બન્યા છે અને પકડાયેલા નકલી માલનો ક્યારેય નાશ કરવામાં આવતો નથી. બીજી તરફ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે સમગ્ર સમાજને જવાબદાર ઠેરવ્યો છે.

તેમનું કહેવું છે કે, નકલી જીરા બનાવનારા પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે અને આવી પ્રવૃત્તિને રોકવી જાેઈએ. સ્થાનિક પીઢ નેતાઓના અથાગ પ્રયાસો છતાં નકલી જીરાનો કારોબાર બંધ થતો નથી, જેના કારણે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ મામલે કોણ જવાબદાર છે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.