ગીરગઢડા, ઉના, કોડીનાર તાલુકાના કુલ 19 ફિડરમા કેબલ નાંખવાની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે. રૂ.22 કરોડના ખર્ચે mvccના બનાવટ કેબલ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
ગીરગઢડા ઉના કોડીનાર તાલુકાના કુલ ૧૯ જ્યોતિગ્રામ ફીડર પૈકી ઉના ડિવિઝન હેઠળ આવતા ધોકડવા પેટા વિભાગ કચેરી હેઠળના આવતા ચીખલકુબા જેજીવાય ફિડરમા mvcc ના ખાસ બનાવટના કેબલ નાંખવાની કામગીરી ઉના ડિવિઝનના નાયબ ઈજનેર જે બી મકવાણા જુનિયર ઇજનેર મોરી ધોકડવા પેટા વિભાગ કચેરીના નાયબ ઈજનેર ડિ જે મોરી જુનિયર ઇજનેર જે એસ સોલંકીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.
તેમા દરીયાઇ કાંઠાના નારિયેળી આંબાનાં ખેડૂતોની માંગણી સંતોષાય છે. દરીયાઇ કાંઠાના ખેડૂતો તેમજ ગીર જંગલ વિસ્તારના ખેડૂતોની વર્ષો જુની માંગણીને સરકાર દ્વારા માન્ય રાખીને RDSS યોજના હેઠળ ઉના પીજીવિસીએલ વિભાગીય કચેરી હેઠળના અલગ અલગ ત્રણ તાલુકા જેમાં ઉના, ગીરગઢડા, કોડીનારનાં કુલ જેજીવાય ફિડરના 290 કિલો મીટરના કુલ ખર્ચ રૂ.22 કરોડ થી mvcc બનાવટના કેબલ નાંખવાની કામગીરીની શરૂવાત કરેલ હતી. આ કામગીરી ઉના વિભાગીય કચેરી પીજીવિસીએલ હેઠળના તમામ બાગાયતી ખેતી કરતા ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ ગયેલ હતી. ખેડૂતો દ્વારા આ કામગીરીને લય સરકાર તેમજ પીજીવિસીએલનો આભાર વ્યક્ત કર્યો.

