Gujarat

ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતોને વરસાદના કારણે તૈયાર થયેલ ઉભા પાકોને નુકસાનીનો સર્વે કરાવી સહાય ચુકવવા કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું..

ઉના ગીરગઢડા તાલુકા પંથકમાં છેલ્લા બાર દિવસથી ચોમાંસાના પાછોતરા વરસાદ થતાં ખેડૂતોને ખેતરમા પાકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને મગફળી, સોયાબિન, ડુંગળી જેવા પાકો વરસાદના લીધે સડી અને બળી ગયા છે. સરકાર આ અંગે સર્વે કરીને સહાય આપે તેવી માંગ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા ઉના અને ગીરગઢડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ઉના ગીરગઢડા તાલુકામાં પાછોતરા વરસાદના કારણે ઉભા તેમજ તૈયાર પાકોને થયેલ નુકશાનીનો સર્વે કરાવી સહાય ચુકવવામાં આવે  પાકમાં હાલ મગફળી, કપાસ, સોયાબિન, મગ, અડદ જેવા પાકોમાં સીજનની શરૂઆત હતી. એવામાં પાછોતરો વરસાદ પડવાના કારણે ખેડુતો પોતાનો પાક સારી રીતે લઈ શક્યા નથી. પશુઓનો ઘાસચારો તેમજ ઉભો પાક પણ નાશ પામેલ છે.
તેથી ખેડુતોને ઘણી મુશ્કેલીની સાથે આર્થિક સંકટ ઉભુ થયેલ હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલીક આદેશ કરવામાં આવે કે જેથી પાક નુકશાનીનો યોગ્ય સર્વે કરાવીને ખેડુતોને નુકશાનીનું યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી ઉના ગીરગઢડા તાલુકાના ખેડુતો અને ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવી માંગ કરી છે.