છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરતા સંજયભાઈ
રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામના શ્રીસંજયભાઈ રાઠવાના મોડેલ ફાર્મની ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી. સંજયભાઈ છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક રીતે હળદર, કંકોડા, દૂધી, ટમાટર, મરચા, ભીંડા, ચોળી, રીંગણ, મેથી, પાલક, તાંદલજાની ભાજી શાકભાજી ઉગાડીને વેચાણ કરે છે.
તેઓના મોર્ડેલ ફાર્મ પર આવેલા ખેડૂત મિત્રોને તેમણે પ્રાકૃતિક કૃષિના ગાય આધારીત પાંચ આયામ બનાવતા શિખવ્યું હતું. આ પાંચ આયામોનો ઉપયોગ કેવી રીતે કરવા તે જણાવ્યું હતું. ખેડૂત મિત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

