Gujarat

20 જેટલા ખેતરોમાં જીરુ, એરંડા, વરિયાળીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત

ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાયા હતા. આમ કેનાલ ઓવરફોલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. આમ તંત્રની બેદરકારીને કારણે છલકાઈ ખેતરમાં વાવેલુ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાની થવાની ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ધ્રાંગધ્રા તાલુકામાં શિયાળુ પાકનું ખેડૂતો દ્વારા 30 હજાર હેક્ટરથી વધુ વાવેતર કરાયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકના હીરાપુર ગામની સીમમાં પસાર મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો. જે માઇનોર કેનાલ હીરાપુર, રાજગઢ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ ઓવરફ્લો થવાનો બનાવ બનતા હીરાપુર, રાજગ ગામની તરીકે ઓળખાતી સીમ વિસ્તારની આસપાસના 20 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.

આ કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહીં દેતા જે કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમાં વાવેલુ જીરું, એરંડા, વરીયાળી જેવા ઉભા પાકને નુકસાની થવાની ખેડૂતોમાં રોષ ફેલાયોછે. ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે. જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે. હીરાપુર ગામની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

આ અંગે ખેડૂત મહેશભાઈ, દિનેશભાઈએ જણાવ્યું કે કેનાલમાં પાણી છલકાતા આસપાસના ખેતરોમાં પાણી ફરીવળ્યા પાકમાં આવેલા જીરુ, વરિયાળી એરંડાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોના મોઢામાં આવેલ પાકરૂપી કોળીયો ઝૂંટવાઈ ગયો છે.