Gujarat

જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા : બીયરના ચાર ટીન સાથે ધરપકડ

પોલીસે ફિલ્મી ઢબે દબોચિયા 
 જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્ષમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી તપાસ કરતા વોક્સ વેગન અને શિફ્ટ કારમાંથી 400 રૂપિયાની કિંમતના ચાર બિયરના ટીન મળી આવ્યા હતા આ અંગે પોલીસે બિયરના ટીન સાથે પ્રૌઢની ધરપકડ કરી પુછપરછ કરતા બિયરના ટીન પોતાનો પુત્ર વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી પોલીસે બને કારને ટોઈંગ કરી જપ્ત લીધી લોકોના ટોળેટોળા ઉમટીયા હતા
 
આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્ષના પાર્કિંગમાં શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોવાની માહિતી પરથી પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી તપાસ કરતા બે કારમાંથી રૂા. 400ની કિંમતના ચાર બિયરના ટીન મળી આવ્યા હતા. આ અંગે પોલીસે ભરતભાઈ હિરજીભાઈ હિરાણી ઉ.વ.54ની ધરપકડ કરી હતી. આ બનાવ જાહેરમાં ધોરાજી રોડ પર બનતા આ ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
પોલીસની પુછપરછમાં બિયરના ટીન ભરતભાઈનો પુત્ર આનંદ ઉર્ફે કૌશલ વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબુલાત આપી છે. જો કે, આનંદ ઉર્ફે કૌશલ હાજરમાં મળી આવેલ ન હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે 9 લાખની કિંમતની બે કાર પોલીસે ટોઈંગ કરી અને બિયરના ટીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોટર – હરેશ