જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળો પર કચરાપેટી મુકવામાં જ આવી છે આ સાથે જ સફાઈ કામદારોને કચરો એકઠો કરવા માટે તમામ વોર્ડ વિસ્તારમાં લોખંડની ટ્રોલી આપવામાં આવી છે.
જેના માધ્યમથી તેઓ કચરો એકઠો કરીને કચરાનો નિકાલ કરે છે. પરંતુ આ ટ્રોલી ને કામદારો ગમે ત્યાં મૂકીને જતા રહે છે જેના કારણે લોકોને હાલાકી નો સામનો કરવો પડે રહ્યો છે.
ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા કાવ્ય રેસીડેન્સી ની સામે સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી કર્યા બાદ આ લોખંડની ટ્રોલી ને વીજ ટ્રાન્સફોર્મર પોલ ની બાજુમાં વીજ વાયરને સીધું અડી જાય તે રીતે રાખે છે.
તો વળી રખડતા ઢોરો પણ ખોરાકની શોધમાં આ ટ્રોલી સુધી પહોંચી જાય છે જેને કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

