Gujarat

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના મહીલા સરપંચ રેખાબેન બાંભણીયાને સસ્પેન્ડ કરી હોદા પરથી દૂર કરાયા. હાલ કાન્તિભાઈ માળવીને ગ્રા.પંચાયતનું સુકાન સોંપવામાં આવ્યુ છે

મળતી માહિતી મુજબ ધોકડવા ગામના સરપંચ તેમના સમય દરમિયાન આચરાયેલ વિકાસના વિવિધ કામોમાં થયેલ વહિવટી અનિયમિતતા, ગેરરીતિ, તેમજ સરકારના ઠરાવો, નિયમોના ભંગ, સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી કરેલ સત્તાનો દુર ઉપયોગ કર્યો હતો. મહીલા સરપંચના પતિના નામે ચાલતી પેઢીના નામે નાણાં ઉપાડવા સબબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) મુજબ સરપંચના હોદા પરથી સસ્પેન્સ કરવામાં આવેલ છે.

ધોકડવા સરપંચ દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરી ગટર, રોડ, સામુહિક શોચાલય, રાજકીય કિન્નાખોરી રાખી અધૂરા વિકાસના કામ કરવા જેવા વિકાસનાં જૂના કામ હતા. જે મંજૂરી લીધા વગર સક્ષમ અઘિકારીની મંજુરી વગર, કે તાલુકા પંચાયત-ગીરગઢડા કારોબારીની મંજૂરી લીધા વગર પોતાની સત્તાનો દૂર ઉપયોગ કર્યો હતો.
તેમજ મનસ્વી વર્તન રાખી અગાઉ થયેલા સરકારના કામો તોડી પાડી સરકારને નાણાંકિય નુકશાન કર્યુ હતું. આ ઉપરાતં વિકાસના કામ સબબ સરકાર નાણાં અંગત ફાયદા માટે જુદાં જુદાં વિકાસના કામના ચુકવણાની કુલ રકમ 13,52,350 જેટલી પોતાના પતિના નામે ચાલતી પેઢી મારૂતિ સ્ટોનના નામે રકમ ઉપાડેલ જે નાણાંકીય નિયમોનું ભંગ કરી અંગત ફાયદા માટે ચુકવણા કરેલ હતા.
ગૂજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ના નિયમો નેવે મૂકી મનસ્વી વર્તન, સત્તાનો દુરઉપયોગ જે તપાસને આધીન રેકર્ડકીય સાબિત થયા હતા. આમ સમગ્ર રજૂઆતને ધ્યાને રાખી તપાસ અંતે ધોકડવા સરપંચ પોતાની મનમાની, સત્તાનો દુરઉપયોગ, વહીવટી અનિયમિતતા, નાણાંકીય ફાયદા વગેરે સાબિત થતા જીલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા આવા સરપંચ પર કાયદેસરની કાર્યવાહી કરવા પ્રથમ નોટીશ તારીખ:7 જૂન 2024 આપી અન્ય ત્રણ- ત્રણ તક સાંભળવા આપી લાંબી મુદત આપવાં છતાં સરપંચ પોતાના બચાવમાં યોગ્ય જવાબ આપી ના શક્યા. આથી ધોકડવા સરપંચને હોદ્દા પરથી દુર (સસ્પેન્ડ) કરવા જીલ્લા વિકાસ અધિકારીએ તેમને મળેલ અધિકારની રૂએ તાત્કાલિક અસરથી ધોકડવા ગ્રામ પંચાયત સરપંચને હોદા પરથી દૂર કરવા હુકમ કરેલ છે.