અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની પ્રથા આ વર્ષે પણ ભારે ઉત્સાહ સાથે કાયમ રહેવાની છે. ગળપાદરમાં આવેલા ભગવાનના મંદિરના પ્રાંગણમાં રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાલે રવિવારે ભગવાન ભાઈ બહેન સાથે નગરચર્યા માટે નિકળશે અને રેલવે કોલોનીમાં પરંપરા અનુસાર રેલવે કોલોનીમાં રોકાશે, ત્યારબાદ બહુડા યાત્રા નિકળશે.
ગાંધીધામ સંકુલમાં 25 હજારથી વધુ ઓરીસ્સાના રહેવાસીઓ વસવાટ કરે છે ત્યારે વર્ષોથી અહી મોટા પાયે રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ તમામ તૈયારીઓ થઈ ચુકી છે, કાલ રવિવારના દિવસે બપોરના અરસામાં રથયાત્રા નિકળીને ટાગોર રોડ પરથી પસાર થઈને રેલવે કોલોની જશે.
આ વખતે રથ 16 ફુટ ઉંચો બનાવાયો છે, જેમાં 5 ફુટ ફોલ્ડીંગ ભાગ રખાયો છે. જેથી વચ્ચે આવતી અન્ય સમસ્યાઓને ટાળી શકાય. રજાનો દિવસ હોવાથી હજારો લોકો આ રથયાત્રામાં ઉમટી પડે તીવી શક્યતાઓ આયોજકો સેવી રહ્યા છે. રથયાત્રા થયા બાદ આવતી 15મી જુલાઈના બાહુડા યાત્રા કઢાશે જે રેલવે કોલોનીથી પરત ગળપાદરમાં નીજગૃહ જશે.