Gujarat

અંતે વીજપડી ગામે વિકાસને વેગ મળ્યો

વીજપડી ગામ વર્ષોથી વિકાસ માટે રાહ જોઈ રહ્યું હતું પણ છેલ્લા બે વર્ષથી વીજપડી  બીજા ગામ કે સીટી લેવલના ગામ જેવી સ્થિતિમાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલાં વીજપડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભરતભાઈ ગીગયા ચુંટાઈ ગયેલા હતા ત્યારે તેમને કહેલું હતું કે વીજપડી બાયપાસ તેમજ બાયપાસ ઉપર આરસીસી રોડ બનાવીને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો છે જે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તે પણ વીજપડીના વિકાસ માટે મક્કમ બની રહ્યા હતા તેઓએ એક કરોડને સાંઈઠ લાખ જેવી મોટી રકમ પાસ કરાવીને વીજપડી બાયપાસ તેમજ વીજપડી ગામનો મુખ્ય રોડ આરસીસીથી બનાવી આપવા જહેમત ઉઠાવી હતી.
જેના પરિણામ સ્વરૂપ આજના સમયે આ રોડનું કામ શરૂ છે જે ટૂંક સમયમાં વીજપડી તેમજ વીજપડીની પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે આ માટે સરપંચ શ્રી ભરતભાઈ હરેશભાઈ ભુવા વિજયભાઈ ચાવડા નીતિનભાઈ નગદીયા મુકેશભાઈ રાઠોડની મહેનત રંગ લાવી છે. તે બદલ તમામ ગ્રામજનો પણ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી