બિઝનેસમેન પાસેથી ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ
નવા ચૂંટાયેલા બિહારના પૂણિર્યાથી રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની તકલીફોમાં વધારો થયો છે, કેમ કે એક બિઝનેસમેન પાસેથી ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપમાં તેમની સામે પોલીસ એફઆઈઆર નોંધી છે. આ બાબતે એફઆઈઆર કરનાર વેપારી પૂણિર્યામાં ફનિર્ચરનો વ્યવસાય કરે છે. વેપારીએ પોતાની લેખિત અરજીમાં જણાવ્યું કે ૪ જૂને મતગણતરી સમયે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવ્યો અને ૧ કરોડ રૂપિયા આપવા કહ્યું. જો તે ૧ કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. વેપારીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તે આગામી ૫ વર્ષ સુધી શાંતિથી જીવવા માંગે છે તો તેણે ખંડણી કર ચૂકવવો પડશે. નહીં તો તેણે પૂણિર્યા છોડી દેવી જોઈએ.
પપ્પુ યાદવ હાલમાં જ પૂણિર્યા સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પપ્પુ યાદવે પૂણિર્યાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમને ૫.૬૭ લાખથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે જેડીયુના ઉમેદવારને ૫.૪૩ લાખ વોટ મળ્યા હતા. આરજેડી તરફથી ચૂંટણી લડી રહેલી બીમા ભારતીને અહીંથી માત્ર ૨૭,૧૨૦ વોટ જ મળ્યા હતા.
પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે ૨ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું કે વર્ષ ૨૦૨૩ માં દુર્ગા પૂજા દરમિયાન તેની પાસેથી ૧૫ લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગવામાં આવ્યા હતા.
એફઆઈઆર ના આધારે, પૂણિર્યાના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૫/૫૦૪/૫૦૬/૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી સાંસદ પપ્પુ યાદવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
જો કે, કેસ નોંધાયા બાદ પપ્પુ યાદવનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, ‘દેશની રાજનીતિમાં મારા વધતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા સ્નેહથી નારાજ થયેલા લોકો આજે પૂણિર્યામાં એક જઘન્ય ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓના આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ દોષિત હોય તેને ફાંસી આપવી જોઈએ.

