Sports

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપફેક વીડિયો કેસ મામલે મુંબઈમાં FIR નોંધવી

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા અને સદી બનાવવાનો રેકોર્ડ છે. તેની ગણતરી દુનિયાના મહાન ક્રિકેટ ખેલાડીઓમાં થાય છે. ચાહકો તેમને ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટરના નામથી બોલાવે છે. પરંતુ થોડા દિવસો પહેલા સચિન ડીપફેક વીડિયોનો શિકાર બન્યો હતો. ડીપફેક વીડિયોમાં સચિન એક એપ પર પ્રચાર કરતો દેખાડ્યો છે. હવે આ મામલે મુંબઈ પોલીસ એક્શન લીધી છે. મુંબઈ સાયબર સેલે સચિન તેંડુલકરના પીએ રમેશ પારધેની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે, સૂત્રોએ જણાવ્યું કે આ એફઆઈઆર આઈપીસીની કલમ ૫૦૦ અને આઈટીની કલમ ૬૬ (એ) હેઠળ નોંધવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સચિન તેંડુલકરે ટિ્‌વટ કરી જાણકારી આપી હતી કે, તેનો ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી હતી. આ વીડિયોમાં સચિન તેંડુલકરને ગેમિંગ એપ્લિકેશનનો પ્રચાર કરતા દેખાડવામાં આવ્યા છે. સાથે સચિનને એક વિશે વાતો કરતા દેખાડ્યો છે.

તે કહી રહ્યો છે કે, પૈસા કમાવવા આટલા સરળ થયા છે અને તેની પુત્રી પણ આનો ઉપયોગ કરે છે. આ બાદ સચિન તેંડુલકરે ટિ્‌વટ કરી આ ડીપફેક વીડિયોને ખોટો ગણાવ્યો છે.સચિને આગળ લખ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદો પ્રત્યે સજાગ અને પ્રતિભાવ આપવા જરૂરી છે. ખોટી માહિતી અને ડીપફેકના ફેલાવાને રોકવા માટે તેમના તરફથી પગલાં લેવા મહત્વપૂર્ણ છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *