Gujarat

ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગર પાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ માં લેવાનાર ઇ વી એમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ હતું

ખુબજ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની એક માત્ર નગરપાલિકા ની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે છોટાઉદેપુર પોલોટેક્નિક ખાતે આવેલ ઇ વી એમ વેર હાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે જે ઇ વી એમ મશીનો નો ઉપયોગ થવાનો છે
એવા મશીનોની પ્રાથમિક ચકાસણી એટલેકે ફર્સ્ટ લેવલ ચેકીંગ નાયબ કલેકટર વિમલ બારોટ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર પાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 28 મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેને ધ્યાને લઇ જરૂરી ઇ વી એમ મશીનોની આજે પ્રાથમિક ચકાસણી કરી દેવાઈ છે. અને તબક્કાવાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર