ગાંધીનગર જીલ્લા મા આવેલી ઉવારસાદ શાખા ને મહિલા શાખા તરીકે ઉદઘાટન પ્રસંગે પ્રાદેશિક વડા ગાંધીનગર શ્રી ચંદનકુમાર ઝા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઝોનલ ઓફિસ સુશ્રી નરેશ બત્રા ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિલાઓ માટે વિશેષ લોન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને આ શાખા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ઝોનલ હેડ સુશ્રી.કવિતા ઠાકુરે ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા અને આ શાખાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.