રાજયના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં પણ કરન્ટ જોવા મળી રહયો હોય સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે તેમ હોય અને દરીયો રફ બને તેમ હોય સંભવિત ખતરાને ધ્યાને લઈ મત્સ્યોદ્યોગ અધિકારી ઓખા દ્વારા દેવભૂમિ જિલ્લાના માચ્છીમારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
મોટાભાગના માચ્છીમારો સલામત સ્થળે લેન્ડીંગ કરી લીધુ છે જયારે સમુદ્રમાં રહેલા માચ્છીમારોએ પણ સૂચના મળતા કિનારા તરફ પ્રયાણ કર્યુ છે.