આ તમામ વડીલો એ 108 દિવસની સતત પગપાળા પરિક્રમા પુરી કરી હતી. અને આ પાંચેય વડીલો પોતાના ગામ ખત્રીવાડા પરત આવ્યા હતા. જેથી ગ્રામજનો દ્વારા ગ્રામજનોએ ફુલહાર પહેરાવી ડી જેના તાલે ગામ વાજતે ગાજતે ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાના નાના એવા ગામ ખત્રીવાડા ગામના કાળુભાઈ મકવાણા માંડણભાઈ મકવાણા, બાલુભાઈ શિયાળ, સાજણભાઈ રાઠોડ, તેમજ ભગવાનભાઈ રાઠોડ આ તમામ વડીલો વ્યક્તિ ઓએ નર્મદાની 3200 કિ.મી.ની પગપાળા પરિક્રમા 108 દિવસમાં પુરી કરી હતી. અને આ પગપાળા પરિક્રમા પૂર્ણ કરી પરત ખત્રીવાડા ગામમાં આવતા ગ્રામજનો લોકોએ તેવોનું ફુલહાર તથા ડી જે રાખીને ભવ્ય સામૈયુ કર્યુ હતું. જેમાં સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળએ તમામ વડીલોનું ફૂલહાર કરી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આમ તમામ વડીલોનું સન્માન કરી ડીજેના તાલે વાજત ગાજતે ગામમાં ફરતા તેમના પરિવારજનો, ગ્રામજનો તેમજ આજુબાજુના બહોળી સંખ્યામાં મહિલો પુરુષો બાળકો સહિત ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.