Gujarat

બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા નદી-નાળામાં ભરપૂર પાણીની આવક થઈ

ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઉમરપાડાની બજારો પાણી પાણી થઈ ગઈ હતી. જ્યારે ઉમરપાડાના બજાર ફળિયા પાસે પસાર થતા નાળામાં નવા નીરની આવક જોવા મળી હતી. લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા પાકોને જીવતદાન મળ્યું છે. જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.