Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન રસ્તાઓ અને પુલો મંજૂર કરવામાં આવ્યા

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વર્ષોની માંગણીને ધ્યાને લઈ બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત બોર્ડર વિલેજ દેવડહાંટ – કઠીવાડા રોડ મધ્યપ્રદેશને જોડતા રસ્તા પર પુલ નું સમારકામ માટે રૂપિયા 3.50 કરોડ મંજૂર કરવા આવ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી, છોટાઉદેપુર તાલુકાના ગામોમાં જેવા કે ડુંગરવાંટ – જાંબુઘોડા રોડ,જેતપુર પાવી – કદવાલ રોડ,કડવાપુરા ચોકી ફળિયા રોડ,કાનાવાંટ – કાછેલ રોડ,નાલેજ – પીપલેજ – હરવાંટ રોડ,ભીખાપૂરા – કંડા રોડ,અંબાલી ફળિયા એપ્રોચ રોડ,કરસોલી ફળિયા એપ્રોચ રોડ એમ કુલ 8 રસ્તાઓ પર 23 કરોડના ખર્ચે સ્લેબડ્રેઈન, મેજર પુલ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવા આવ્યા છે. જે બાબતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો આભાર માન્યો હતો.