Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડા ના ડુંગર વિસ્તારમાં રહેતા પરિવારો ના 10 વર્ષ ના વધુ સમય થી મધ્યગુજરાત વીજકંપની ના મીટર રીડરો બિલ આપવા માટે જતા નથી આદિવાસી પરિવારો ને વધુ એક સાથે બિલ આવવાનો ડર સરપંચ દ્વારા મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રા માં અધિકારીઓ કામગીરી નથી કરતા તેનો આ વરવો નમૂનો 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડા ના ગામ હાફેશ્વર અને તૂરખેડા છે. બંનેવ ગામો નર્મદા ના કાંઠા ઉપર છે. અને આ ગામમાં રોજગારી માટે કોઈ ઉદ્યોગ નથી. ફક્ત ચોમાસા ની ખેતી ઉપર જીવન નિર્વાહ ચાલે છે. ખેતી માં સિંચાઈ ની સુવિધા ના હોવાથી એકજ પાક વર્ષ માં આ પરિવારો ખેતી માં પકવી શકે છે.
જયારે ડુંગરો માં રહેતા પરિવારો ને સરકારે વીજળી ની સુવિધા આપી પરંતુ વીજમીટર નું રિડિંગ લેવા માટે આવતા કર્મચારીઓ ફક્ત રોડ ઉપર રહેતા પરિવારો ના મીટર ના બિલ આપી ને જતા રહે છે. ત્યારે તૂરખેડા ગામ ના ત્રણ જેટલા ફળીયા અને હાફેશ્વર ના ત્રણ જેટલા ફળિયામાં 300 થી વધુ પરિવારો ને 10 વર્ષ થી વીજળી ના બિલ આપવામાં આવ્યા નથી. હાફેશ્વર ના સરપંચ જેન્તીભાઇ ના જણાવ્યા મુજબ જે પરિવારો ના બિલ નથી આવતા તેના માટે કવાંટ ખાતે આવેલ મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓને વારંવાર રજુઆત કરી છે. પરંતુ અધિકારીઓ કામગીરી કરતા નથી. હાલ આ પરિવારો ચિંતિત છે.
કારણ કે 10 વર્ષ નું વીજબીલ એક સાથે આવે ત્યારે આટલી મોટી રકમ ક્યાં થી લાવવી મધ્યગુજરાત વીજકંપની ના વીજમીટર ના રીડરો ગામ સુધી આવે છે. પરંતુ ડુંગર માં રહેતા અલગ અલગ ફળિયાઓમાં પગપાળા ચાલીને જવાનું હોય છે. એટલે તેઓ દરેક ના ઘરે જતા નથી. હાલ આ પરિવારો ને દરમાસે વીજમીટર ના બીલો આપવાની જવાબદારી મધ્યગુજરાત વીજકંપની ની છે.
ત્યારે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ તૂરખેડા અને હાફેશ્વર ગામ માં અલગ અલગ વિસ્તારો આવેલા છે. તેમાં સરકારે વીજળી પહોંચાડી લોકો એ મીટર પણ લીધા હાલ લોકો વીજળી વાપરી રહ્યા છે. પરંતુ આ પરિવારો ચિંતિત છે. કારણ કે કેટલી વીજળી વપરાઈ તેની તેઓને 10 વર્ષ થી ખબર પડતી નથી. ત્યારે અહીંયા વીજમીટર રીડરો ની ભૂલ ના કારણે આ પરિવારો કેવી રીતના એક સાથે વીજબીલ ભરશે તે ડર સતાવી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર