Gujarat

જેને ઈશ્ર્વરની સેવા જ કરવી છે. તેને મન તો ઈશ્વરના આંગણાને પણ સાફસૂફ રાખવું એ પણ ભક્તિ જ ગણાય

સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર નાગનાથ સોસાયટી સ્થિત ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના સેવકની કેવળ ઈશ્ર્વરની સાક્ષીએ મંદિરનાં સમગ્ર પરિસરને સાફસૂફ રાખતાં જોવા મળ્યાં. જે આપણને ન ગમે તે ભગવાન ભોળાનાથને કેમ ગમે? એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સંદેશને સાર્થક કરી બતાવતાં મંદિરના સેવક પ્રશાંતભાઈને ઈશ્ર્વર જ્યારે પણ બોલાવે ત્યારે તેની સેવા કાજે કોઈ પણ કામકાજ પડતાં મૂકીને ઈશ્વરના સાનિધ્યમાં પહોંચી જતાં જોવા મળ્યાં.
એમણે જણાવ્યા મુજબ એમના પિતાશ્રી, દાદાજી તથા પોતાનો ચાર વર્ષનો પુત્ર પણ આ મંદિરે પ્રભુદર્શન અર્થે આવે છે. આમ મીરાબાઈ ગંગા સતી  કે સંત હરિદાસની જેમ મારા ઈશ્ર્વરને ખુશ કરવા જે કરવું પડે તે કરી લઈએ એ જીવનમંત્ર એમણે એમના જીવનમાં વણી લીધો છે.
આ જીવન તો ક્ષણિક છે જેની પાસે જવાનું છે તેનું રટણ સ્મરણ અને જતન કરી લઈએ એવા ભાવથી પ્રસિધ્ધની અપેક્ષા વગર હું કરું છું એ મારો ભોળોનાથ તો જોવે છે. બસ એથી  વિશેષ શું?એવું માનતા પ્રશાંતભાઈ.. આજના  મોટાભાગના રાજકીય નેતા, દાતાશ્રીઓ, કે સંતો પણ ફોટો કે વિડિયો પ્રભુ પ્રસાદની યાદી સમજીને પ્રસિધ્ધ કરાવતાં જોવા મળે છે  ત્યારે પ્રસિધ્ધિથી પર રહીને આ આવા ભાવિક ભક્ત પ્રશાંતભાઈ ફક્ત ઈશ્ર્વરને રાજી કરવા મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં જોવા મળેલ
બિપીન પાંધી  સાવરકુંડલા