વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક જિલ્લામોમાં ગાજ.વીજ સાથે વરસાદની આગાહી આપી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે રાજ્ય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અંદાજે 36 હજાર હેકટર જમીનમાં આવેલી આંબા વાડીઓમાં કમોસમી વરસાદને લઈને તકેદારી રાખવા અંગે બાગાયત વિભાગે ખેડૂતોને માહિતી આપી હતી.
જેમાં સામાન્ય કમોસમી વરસાદ રહેશે તો આંબાવાડીઓમાં ફાયફો કરાવશે. ભારે પવન સાથે વધુ વરસાદ પડવાથી કેરીનો વધુ પાક ધરાવતી વાડીઓમાં કોઈ અસર દેખાશે. આંબાવાડીઓમાં વધુ પાક વાળી ડાળીઓને ટેકા લગાડવા બાગાયત વિભાગે અપીલ.કરી છે. આંબા વાડીઓમાં ઓછું નુકશાન થાય તે માટે તકેદારી રાખવા બાગાયત વિભાગે જણાવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13મી એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી જેટલુ ઘટે તેવી સંભાવના રહેલી છે.
રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે. જેની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. આગામી 2 દિવસ બાદ એટલે કે, 12, 13 અને 14 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં જિલ્લાઓ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. આમ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. જેને લઈને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી જાણકારી આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 36 હજાર હેકટર જમીનમાં આંબાવાડીઓ આવી છે.
જેમાં પહેલા ફાલની કેરી સામાન્ય કરતા મોટી થઈ ગઈ છે. જેથી સામાન્ય કમોસમી વરસાદ રહેશે. તો આંબા વાડીમાં કોઈ નુકશાની થશે નહીં પરંતુ આંબા ના પાન અને કેરી ઉપર લાગેલી ધૂળ અને અન્ય રોગોની જીવત ધોવાઈ જશે. જો ભારે પવન અને વીજ સાથે કમોસમી વરસાદ પડશે તો આંબા વાડીઓમાં કેરીના પાક ધરાવતી ડાળીઓને ટેકણિયા મૂકી સપોર્ટ કરવા બાગાયત વિભાગે સલાહ આપી છે.


