Gujarat

વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાં વેચાણ કરતી જેતપુરના 3 સો મીલ સિલ કરતું વનવિભાગ

મંજૂરી નાં હોવા છતાં લાકડાં કાપીને સાડીના કારખાનેદારોને બળતણમાં આપી દેવાતા હતા
ઔદ્યોગિક શહેર જેતપુરમાં કેટલાક શો મીલ માલિકો વૃક્ષોના ગેરકાયદેસર કટિંગ કરી સાડીઓના કારખાનેદારોને આ લાકડાનો જથ્થો બળતણમાં વેચી વૃક્ષોનું નિકંદન કાઢતા હોવાની બાતમીને આધારે ફોરેસ્ટ વિભાગની ટીમને મળી હતી જેમાં 3 શો મીલ સીલ કરી દેવામાં આવી હતી.
જેતપુરમાં સાડીઓના કારખાનાઓના બોઇલરમાં મોટા પાયે લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ માટે કેટલાક પ્રકૃતિના દુશ્મનો લાખો વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ શો મીલમાં વેચાણ અર્થે રાખે છે. સો મીલની  મંજૂરી ના હોવા છતાં લાખો ટન લાકડાઓનો ગેરકાયદેસર સ્ટોક કરી બાદમાં તેનું સાડીના કારખાનેદારોને વેચાણ કરતા 3 શો મીલ ધારકોની ગતિવિધિની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી જેમાં જેતપુરમાં આવેલ એક નવીનચંદ્ર કાંન્તિલાલ રૂડાણી નામની તેમજ નવાગઢમાં આવેલ શ્રી રામ વિજય સો.મીલ,અને લક્ષ્મી નારાયણ સો મિલને સિલ કરવામાં આવી હતી.
 ગોંડલના ઇન્ચાર્જ ફોરેસ્ટર એચ.એમ જાડેજા  શહેરની જુદીજુદી જગ્યાએ આવેલી જુદીજુદી શો મીલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને તેમાં મંજૂરી વગર સ્થળ બદલાવેલ 3 જેટલી શો મીલ ચાલતી હોવાનું નજરે પડતા 3 શો મીલ સીલ કરીને તે મીલના સીઝ કરેલા જથ્થાની આકારણી કરી તેને દંડ ફટકારવામાં આવશે. અને આવી બીજી ફરીયાદો મળશે તો દરોડા પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું