Gujarat

શ્રી હડીયાણા કન્યા શાળામાં “બાલ સંસદ” ની રચના 

    લોકશાહીમાં ચુંટણી પ્રક્રિયાને હ્રદય સમી ગણવામાં આવે છે. બાળકો પણ આ હ્રદય સમી ચુંટણી પ્રક્રિયા, પ્રચાર, મતદાન,પરિણામ વગેરેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે એ હેતુ થી શ્રી હડીયાણા કન્યા શાળામાં “બાલ સંસદ 2024” નીં રચના કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા તથા શિક્ષકશ્રીઓ દ્વારા બાલસંસદની રચનાના હેતુઓ, પ્રકિયા, નિયમો, કાર્યો, ફરજો વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. ત્યાર બાદ  ઉમેદવારી નોધાવનાર દરેક બહેનોએ પોતાની આગવી ભાષા તથા શૈલીમાં ચુંટણી પ્રચાર કાર્યો હતો.તેઓએ પોતાના વિચારો રજુ કરી મત પોતાની તરફ વળવાના પ્રયાસો કાર્ય હતા.
    નિર્ધારિત સમયે શાળાની વિધાર્થીની બહેનો દ્વારા મતદાન કરવામાં આવ્યું..આ સમયગાળા દરમિયાન શાળાના શિક્ષકશ્રીઓએ સમગ્ર ચુંટણી પ્રક્રિયાની કામગીરી નિભાવી હતી. બાળકોએ પણ ખુબજ ઉત્સાહથી મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરી વિજેતા ઉમેદવારોની નામાવલી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોમાંથી સૌથી વધુ મત મેળવનાર સોનગરા જાનકી કારૂભાઈ ને મહામંત્રી તરીકે તથા અન્ય વિજેતા ઉમેદવારોને જુદાજુદા ખાતાઓની ફાળવણી  કરવામાં આવી હતી.
       આમ અમારી શાળામાં બાલ સંસદ 2024-25 ની રચના ખુબજ ઉત્સાહથી કરવામાં આવી હતી.શાળાના તમામ શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.