છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ત્યારે પોલીસે આરોપીઓ શંકર સનજી રાઠવા અને અમલા રાઠવાને અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતરવાની ઘટના સામે આવી હતી. જેમાં પૂર્વ સંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સનજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો.

બે વાર અમને ધમકી આપીને ગયો હતો’ મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ રાત્રે 9.50ની આજુબાજુ શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઈક પર આવીને મારા ભાઈને બંદુકની ગોળી મારીને ભાગી ગયા હતા. અગાઉ સરપંચની ચૂંટણીમાં બે વાર પહેલા હારી ગયો હતો એટલે અમને ધમકી આપને ગયો હતો કે, તમને જીવવા નહીં દઉં. મારવાના ઈરાદાથી જ આવ્યો હતો.ગ્રામ પંચાયતમાં થયેલી બબાલની અદાવત રાખી ગઈકાલે રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં શંકર સનજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઈક ઉપર આવ્યા હતા.
શંકરભાઈ પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતા કુલદીપ રાઠવાને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી. આ ફાયરિંગનો અવાજ ગામમાં સાંભળાતા લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી. નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો. અને બહાર આવીને જોતા બાઈક પર સવાર અમાલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા.પેટ પર ગોળી વાગાતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસે બંને આરોપીઓ શંકર સનજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે તાત્કાલિક આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રાઠવાને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

