સા વરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્ક પણે ચાર ,નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ કેમ્પમાં કુત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે તેના સહયોગથી ત્રણ દિવસ માટે માનવસેવા યજ્ઞ કાર્યરત હતો જેમાં ૭૦ થી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા છે અને બીજા કેમ્પમાં કાન,નાક ગળાના સર્જન ડોક્ટર પાર્થ હિંગોલ જે રાજકોટ એસસીજી હોસ્પિટલ માંથી આવીને ૧૦૦ થી વધુ દર્દીઓને તપાસીને માર્ગદર્શન આપેલ છે
જ્યારે ત્રીજા કેમ્પમાં HCG હોસ્પિટલ રાજકોટના પ્રખ્યાત કેન્સર સર્જન ડો.મિતેશ ખૂંટ સાહેબે ૨૫થી વધુ દર્દીઓનું નિદાન કરેલ અને તેમની સાથે સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મન્દિરમાં સેવા આપતા ડો, રોહિત ચોંડીગરા સાથે જોડાયા હતા.ચોથો કેમ્પ જેમાં સુરતના પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડો. અમિત પોલરા જે ખાસ કરીને સુરતથી સાવરકુંડલા આવીને દર્દીઓનું નિદાન કરેલ અને આઠ જેટલા જટિલ ઓપરેશન કરેલ છે.
ચારેય કેમ્પનો સાવરકુંડલા તથા આજુબાજુના ગામના દર્દી નારાયણે ખૂબ સારો લાભ અને સારવાર લીધેલ તેમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કાર્યનિષ્ઠ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પ્રકાશ કટારીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ કેમ્પ ખૂબ સફળ રહ્યણા હતું એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી