સરકાર દ્વારા ચાર વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં EWS, LIG, MIG -I, MIG -II શ્રેણીઓનો સમાવેશ થાય છે. EWS શ્રેણીમાં અરજી કરનારા લોકો પાસે ઘર માટે ૩૦ ચોરસ મીટર એટલે કે ૩૨૩ ચોરસ ફૂટ જમીન હોવી જાેઈએ. જ્યારે LIG કેટેગરીમાં અરજી કરવા માટે ઘર માટે ૬૦ ચોરસ મીટર એટલે કે ૬૪૬ ચોરસ ફૂટ જગ્યા હોવી જાેઈએ. આ સિવાય MIG-1 કેટેગરીના અરજદારો પાસે ઘર માટે ૧૬૦ ચોરસ મીટર એટલે કે ૧૭૨૨ ચોરસ ફૂટ જમીન હોવી જાેઈએ.
MIG-II શ્રેણીમાં અરજી કરવા માટે, તમારી પાસે તમારા ઘર માટે ૨૦૦ ચોરસ મીટર એટલે કે ૨૧૫૩ ચોરસ ફૂટ જગ્યા હોવી જાેઈએ. હવે તે તમારા પર ર્નિભર છે કે તમે સરકાર દ્વારા આપવામાં આવેલા પૈસાથી આ જમીન પર કેટલા રૂમ બનાવો છો. રૂમની સંખ્યા અંગે સરકાર તરફથી કોઈ નિયમ નથી. જાે તમે ઇચ્છો, તો તમે વધુ નાના રૂમ પણ બનાવી શકો છો.
આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા વર્ગ (ઈઉજી), ઓછી આવક જૂથ (ન્ૈંય્) અને મધ્યમ આવક જૂથ (સ્ૈંય્) ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ, સરકાર મેદાની અને પહાડી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે પૈસા આપે છે. સરકાર દ્વારા મેદાની વિસ્તારોમાં મકાન બનાવવા માટે ૧ લાખ ૨૦ હજાર રૂપિયા અને પહાડી વિસ્તારોમાં મકાન બનાવવા માટે ૧ લાખ ૩૦ હજાર રૂપિયા આપવામાં આવે છે.
પીએમ આવાસ યોજના હેઠળ મકાનો માટે અરજી કરનારા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ દરમિયાન અરજી કરનારા લોકોએ આપેલી માહિતીની ચકાસણી કરવામાં આવે છે. જાે અરજદારે આપેલી તમામ વિગતો સાચી જણાય તો યોજનાના લાભાર્થીઓની યાદીમાં અરજદારને સામેલ કરવામાં આવે છે.

