ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવી લેવાયા
દ્વારકાના ભીડથી ભરેલા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દ્વારકાના રહેણાંક વિસ્તાર મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગમાં એક જ પરિવારના ચાર લોકો આગમાં ભડથુ થયા હતા. તો પરિવારના વૃદ્ધનો બચાવ થયો હતો. વહેલી સવારથી ઘટના ની જાણ થતાં ડ્ઢરૂજીઁ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવી લેવાયા હતા. દ્વારકા મંદિરની આસપાસ નાની નાની શેરીઓ આવેલી છે. ત્યારે ભીડથી ભરેલા વિસ્તારમાં આવેલા એક મકાનમાં મોડી રાતે આગ લાગી હતી. દ્વારકાના નાથાકુવા શેરીમાં રહેણાક મકાનમાં આગ લાગી હતી. મોડી રાત્રે આગ લાગતા રહેણાક વિસ્તાર અફરાતફરી સર્જાઈ હતી. એક જ પરિવાર ના પાંચ સભ્ય આગમાં ફસાયા હતી.
જેમાં મોટી ઉંમરના વૃદ્ધનો ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો. આ આગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જેમાં પુત્ર, પુત્રવધુ, દીકરો અને દીકરીનું મોત નિપજ્યું છે. જ્યારે કે પરિવારના વૃદ્ધનો જીવ બચ્યો હતો. વહેલી સવારથી ઘટનાની જાણ થતાં ડ્ઢરૂજીઁ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.