આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા.૧૪મે નાં રોજ અંબાજી હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં હૃદય રોગ,કિડની ના રોગ,હાડકાના રોગ,ચામડીના રોગ,તેમજ નાક કાન ગળાના સુપર સ્પેશિયાલિષ્ટ અને સ્પેશિયાલિષ્ટ ડોક્ટર દ્વાર હોય કેમ્પમાં દર્દીઓને તપસ્યા હતા અને જરૂરી સારવાર કરી હતી દાંતા તાલુકા તેમજ અંબાજીની આજુબાજુના ટ્રાયબલ તેમજ જરૂરિયાતવાળા ૧૫૦ થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો દર્દીઓએ અને તેમના સગા ઓ હોસ્પિટલની આવી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો
આ કેમ્પ ને સફળ બનાવવામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા અને ડૉ પિયુષ મોદી અને અન્ય ડોક્ટરો તેમજ નર્સિંગ ફાર્માસિસ્ટ તેમજ લેબોરેટરી અને એકસ-રે અને વહીવટી સ્ટાફ અને અન્ય વર્ગ ત્રણ અને વર્ગ ૪ ના કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો યોગદાન આપેલ હતો દર્દીઓએ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનું હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી

