કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. આ ઉપરાંત સાંજે ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવશે. આર્યુવેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન સારી કર્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એસોસિયેશનની ઓફિસ ખાતે ભેગા મળીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ફિઝીયોથેરાપી કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ પણ હડતાલમાં જોડાયા હતા. અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોકટરો એકઠા થયા હતા અને ત્યાંથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી.

