Gujarat

બોડેલીના ભાખાથી ચલામલી માર્ગ ઉપર રોડ જ ખસી ગયો!

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભીલવાણીયા ચોકડી પરથી કોસિન્દ્રા અને ભાખા તરફ જવાના માર્ગ ઉપર રોડ જ ખસી જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમયથી બિસમાર હાલતમાં મૂકાઇ જવા છતાં કોસિન્દ્રા અને ભાખા તરફ જવાના માર્ગ પર તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મરામત ના કરાતી હોવાના કારણે માર્ગ ઉપરથી ડામર ખસી ગયો હતો.

રોજિંદા કામ ધંધા અર્થે જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને દરરોજ અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

તંત્ર દ્વારા લાંબા સમયથી બિસ્માર હાલતમાં મૂકાઇ ગયેલા માર્ગની મરામત કરાય તો રાહત મળે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે મરામત કરાશે એ જોવું રહ્યું.