છોટાઉદેપુર તાલુકાના બોડગામના વતની રાઠવા દિતલિયાભાઈ નાયકાના બે બળદનું વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. જેને લઇને આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત વતી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે સહાય રૂપે 64 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા.
