Gujarat

ઉપલેટા પંથકમાંથી.જેતપુરમાં રોજ ઠલવાય છે લાખો રૂપિયાનું કપાયેલું લાકડું ??

આટલું બધું કપાયેલું વૃક્ષનું લાકડું આવે છે ક્યાંથી તપાસનો વિષય
જંગલ ખાતાના ઉચ્ચ સત્તાધીશો દ્વારા જો તપાસ કરે તો જ બહાર આવશે મસ મોટું કૌભાંડ
સરકાર દ્વારા મોટા મોટા તાયફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૃપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જવાબદાર તંત્રના મેળાપીપણાથી દિવસ રાત લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરતા ઈસમો બેફામ બન્યા છે. અને જવાબદાર તંત્રએ જાણે આંખે પાટા બાંધીને આરામ ફરમાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.ત્યારે જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસો ના વપરાશ પર પાબંધી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે. પરંતુ અહીંના મોટાભાગના સાડી કારખાનામાં પહોંચતું વૃક્ષનું લાકડું ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. લાગતા વળગતા શખ્સો એ જાણે જંગલ ખાતા સાથે સાંઠગાંઠ રચી દીધી હોય તેમ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી જેતપુરમા રોકટોક લાકડું શહેરમાં ઠલવાય રહ્યું છે.
જેતપુરમાં રાત-દિવસ રોડ પર બિન્દાસ પણે કોઈ ડર વિના
ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે. છતાંપણ જવાબદાર તંત્ર મુકબધીર બની જતું હોય તેમ પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે.  ગેરકાયદેસર લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે. ઉપલેટા તેમજ તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોનું લાકડું રાત-દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે. જેના કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. લાકડાઓ ટ્રક અને આઇસર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે. બાબત જવાબદાર જાણતું હોવાછતાં કોઈ અસરકારક પગલાં નહીં ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે.
આ તમામ લાકડું ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરીને પહોંચાડવામાં આવતો હોવાને ફરિયાદો તપાસમાં જેવી છે. જાણકારો કહે છે કે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
ઉપલેટા પંથકમાં ફોરેસ્ટ વિભાગના નીતિ નિયમોને બાજુમાં મુકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે. ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લાકડા ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં લાકડાનો ધંધો, કરનારાઓને ઘી-કેળાં થઈ રહ્યા છે.
ઉપલેટા પંથકમાં 30 જેટલા ગેરકાયદેસર રીતે ચાલતા આડીયાના ધમધમી રહ્યા છે.
જાણવા મળતી સચોટ માહિતી મુજબ ઉપલેટા પંથકમાં અંદાજે ગેરકાયદેસર 30 જેટલી જગ્યાએ ગેરકાયદેસર રીતે જેમની પાસે સો મિલનું લાઇસન્સ નથી તેવા લાકડા કટીંગ કરી રહ્યા છે તેમજ જથ્થો એકત્ર કરી વહેચી રહ્યા છે.ઉપલેટા પંથકમાં ફક્ત 5 જેટલાજ સો મિલને લાઇસન્સ મળેલ છે.જ્યારે 30 થી વધુ ગેરકાદેસર રીતે લાકડા કટીંગ કરી જેતપુર તેમજ આજુબાજુના ઉદ્યોગમાં ઉપોયગ માટે કાળાબજારીઓ વહેંચાણ કરી રહ્યા છે.એવી પણ જાણકારી મળી છે કે
ઉપલેટાના કોલકી ગામમાં પેટ્રોલ પંપ પાસે તો, વરજાંગ જાળીયામાં હાઇવે રોડની બાજુમાં જ્યારે પાનેલી, ખરચિયા તેમજ ઉપલેટામાં જીઆઇડીસી અને ચમાર વાસ જેવા અનેક વિસ્તારોમાંથી ગેર કાયદેસર રીતે લાકડા કટીંગ કરી જેતપુર ડાઇંગ ઉદ્યોગમાં પહોચાડવામાં આવી રહ્યું છે.
વૃક્ષોના કટીંગના માફિયાઓ બેફામ બન્યા છે અને જેતપુર ડાઈંગ ઉદ્યોગમાં બેફામ વૃક્ષોના કટીંગ કરી પહોંચાડી રહ્યા છે અને તેનો લાભ સીધા વૃક્ષોના માફિયા લઈ રહ્યા છે.આ પ્રકારની ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હોય તેની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવા જોઈએ અને આવી ગાડીઓ પકડી અને જે કોઈ કારખાના માટે લવાતી હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
ઉચ્ચ જંગલ ખાતાના સતાધીશો જાગશે ખરા??
જેતપુર શહેરમાં ચારે બાજુથી આવતા કપાયેલા લાકડા.બાબતે જો તપાસ કરવામાં આવે તો લાગતા વળગતા જંગલ ખાતાના સત્તાધીશો એક વૃક્ષો કાપતા માફિયા સાથે મીલી ભગત હોવાનું બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે લાગતા વળગતા ઉચ્ચ જંગલ ખાતા ના સત્તાધીશો એ તાત્કાલિક વોચ ગોઠવીને કપાયેલા લાકડા ભરીને આવતી ગાડીઓ વાહનો રોકીને તપાસ કરવી જોઈએ કે આ લાકડું ક્યાંથી આવ્યો અને જો આવી રીતે કડક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે.
સરકાર દ્વારા સો મીલ ધારકોનું રજીટ્રેશન જ બંધ છે.
ગુજરાત રાજ્ય સરકાર અને પર્યાવરણ વિભાગ દ્વારા 1998 થી કાયદેસર રીતે સો મીલ લાઇસન્સ  બંધ કરવામાં આવેલ છે. જેથી લાઇસન્સ મળવું જ મુશ્કેલી ભર્યું છે તો આવા ગેર કાયદેસર રીતે લાકડા કટિંગની સો મિલની મંજૂરી તેમજ જેમાં ઉપયોગમાં આવતી લાકડા કાપવાની સાધનોની મંજૂરી કોણે આપી તે એક ચર્ચાનો મુદ્દો છે.
સો મીલ ધારકો કરતા સસ્તા ભાવે લાકડાનો ધંધો કરવામાં આવી રહ્યો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલ 1998 પહેલાથી ચાલતી લાતીઓ કે શો મીલ લાઇસન્સ ધારકોને સરકારી તેમજ ફોરેસ્ટ વિભાગની પ્રક્રિયામાંથી પ્રચાર થવું પડતું હોય છે તેમજ તમામ પ્રકારનો વ્યવહાર તેમજ જીએસટી બિલથી લકડાઓનું વહેંચણ કરતા હોય જેમના બિલો તેમજ રજીસ્ટર નિભાવવું પડતું હોય છે.જેથી કાયદેસર રીતે સો મીલ લાઇસન્સ ધારકો લાકડાઓનો મણનો ભાવ 100 થી 110 આસપાસ વહેંચણ કરતા હોય છે.જ્યારે ગેરકાયદેર રીતે ચલાવતા ઈસમો ફકત 70 થી 80 રૂપિયામાં સ્થળ પર લાકડા પહોંચતા કરે છે.
 
સ્મશાન માટે લાકડું લઈ જવાનું કહીને  જેતપુરમાં લાકડું વહેચી મારવાંનું કૌભાંડ ચાલી રહ્યું છે.
જેતપુર શહેરના મોટાભાગના સાડી કારખાનાઓમાં ચારે બાજુથી લાકડું આવી રહ્યું છે. ત્યારે અહીં એક લાકડાની ગાડીવાળા પાસેથી લાકડાની આધાર પુરાવા માંગવામાં આવતા તેમણે વિસાવદર તાલુકાના કુબા ગામના સરપંચનો એક પત્ર આપ્યો હતો અને તેમાં કહ્યું હતું કે આ લાકડું સ્મશાનમાં લઈ જવાનું છે પરંતુ સ્મશાનમાં લઈ જવાને બદલે આ લાકડું વિસાવદર પંથક માંથી છેક જેતપુર સુધી પહોંચી જતા આવી રીતે કાયમી વૃક્ષ છેદન કરીને લાકડાનો મોટો કારોબાર ચાલતો હોવાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી લાગતા વળગતા જંગલ ખાતાના અધિકારીઓએ કેમ આવી ગાડી ને કોઈ દિવસ રોકીને તપાસના કરી તે પણ તપાસનો વિષય છે.
કુબા ગામના સરપંચ મૂળજીભાઈ નાથાભાઈ વિરોડીયા એ જણાવ્યું હતું કે તેમના ગામનો કોઈ ખેડૂત સ્મશાનમાં લાકડા ની જરૂર છે એટલે લાકડા જોઈએ છે તેવું કહેતા તેમને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખી દેવામાં આવ્યું હતું. પરંતુ લાકડું ક્યાં સ્મશાનમાં નાખવાના છે તેનો ઉલ્લેખ નહીં કરાતા લાકડું લઈ જનાર ખેડૂતે સમસ્ત ગામ અને પંચાયતને મૂરખ બનાવીને લાકડું અહીંથી ઉપાડીને જેતપુર પહોંચાડ્યું છે જે ખરેખર ગેરકાયદેસર વાત કહેવાય સરપંચે ટેલીફોન એક વાતચીત દરમિયાન એવી પણ માફી માગી હતી કે હવે લાકડા માટે તેઓ કોઈ દિવસ કોઈને ગ્રામ પંચાયતનો લેટરપેડ નહીં આપે.
રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ અને જંગલ બચાવવાનાં હેતુ માટે કોઈપણ ઝાડનું લેકુલ કટિંગ કરતા પહેલા મામલતદાની -એ પરવાનગી લેવાની અને લાકડાનાં
પરિવહન તેમજ સ્ટોરેજ માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક તત્વો આ બાબતે કાયદાથી સત્તા ન હોવાં છતાં લાકડા ગેરકાયદેસર કટિંગ, વહન અને સંગ્રહ બાબતે અમૂક ગ્રામ પંચાયત અને સરપંચોનાં લેટરપેડનાં આધારે ઝાડ કટિંગ કરીને જેતપુરમાં કારખાનાઓમાંવિસ્તારમાં વેચાણ કરતા હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે. ઝાડ કટિંગ અને લાકડાનાં સ્ટોરેજ બાબતે તમામ સતાઓ મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની હોવા સત્તા અમુક ગ્રામ પંચાયત અને સરપંચો દ્વારા ઝાડ કાપવાની પરવાનગી આપ્યાનું ધ્યાને આવેલ પંચાયતો અને સરપંચ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ એકબીજા પર ખો ઢોળી રહ્યા છે.
ઉપલેટા રેન્જ ફોરેસ્ટ માં આવતા આરઆરએફઓ બારૈયા તેમજ રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી આઈ એ સમેજા સાથે ફોનિક અને રૂબરૂ સંપર્ક કરતા બંને અધિકારીઓ એકબીજાના એરિયા પ્રમાણે કામ કરતા હોય છે તેવું જણાવ્યું હતું. પરંતુ કોઈ નક્કર કામગીરી કરીશું તેવું તો સ્વીકાર્યું જ નથી. આર એફ ઓફ ફોરેસ્ટ અધિકારી બારૈયા સાથે ફોનિક ચર્ચા કરતાં જણાવ્યું હતું કે. મારે રેન્જ વિસ્તાર જોવાનો રહેતો હશે જેમાં વન વિભાગના એરિયામાં આવતા કોઈપણ વૃક્ષ કટીંગ કરતા હોય તેમની સામે કાર્યવાહી કરતા હોય છે. પરંતુ જ્યારે રોડ પરથી પસાર થતી લાકડાઓની ગાડીઓ મામલે રાઉન્ડ ફોરેસ્ટ અધિકારીને કામગીરી કરવી પડતી હોય છે. જ્યારે આ બાબતે રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી આઈ,એ, સમેજા સાથે રૂબરૂ ચર્ચા કરતા જણાવ્યું હતું કે કાર્યવાહી કરવાની હોય છે પરંતુ મારી પાસે સ્ટાફનો અભાવ છે.
જેથી આ કાર્યવાહી કરવી શક્ય નથી. તેમજ આ પ્રકારના ધંધા બાપદાદાઓ વખતથી આ લોકો ચલાવી રહ્યા છે અને મનમાની કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું તેમ છતાં અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી ઉપરાંત આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું કે આર.એ.ફો આવ્યા પછી આ ધંધો બે રોકટોક ધમધમી રહ્યો છે અને તે આ લાકડા કટીંગ ને પ્રોત્સાહન આપી રહ્યા છે. આમ બંને અધિકારીઓને કાર્યવાહી તો કરવી જ નથી. પરંતુ ધંધાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓએ બંને કર્મચારી પર કાયદેસરના પગલાં લેવા જરૂરી બન્યા છે.
ફોરેસ્ટ વિભાગની નાક નીચેથી જો જેતપુરમાં આટલું બધું ચેડેચોકે મસમોટું લાકડાં પહોચાડવાનું.કારસ્તાન ચાલતું હોય એ ઉપરાંત ડાઇંગ ઉદ્યોગમાં તેમનો વપરાશ બે રોકટોક થતો હોય ત્યારે આ નરી વાસ્તવિકતા આખે ઉડીને વળગે તેવી છે આ વચ્ચે કેમ ફોરેસ્ટ વિભાગ દ્વારા કઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ મોટી વાત છે. ત્યારે આ બાબતે કઇક રંધાતું હોવાની ચર્ચા આ પંથકમાં  ઉઠવા પામી છે.