Gujarat

વયોવૃધ્ધ કાકીની અંતિમયાત્રા અબીલ ગુલાલ બેન્ડવાજા સાથે નીકળી : ભત્રીજાઓએ કાકીની અંતિમ ઈચ્છા પુરી કરી

ખીજડીયા ગામે સ્મશાન માં અંતિમ રથનું પણ દાન કર્યું છે મોટા શહેરોમાં વૃદ્ધઆશ્રમોમાં માતાપિતાને દીકરાઓ મૂકી અવતાના ના કિસ્સાઓ જાેવા મળે છે ત્યારે વડીયા પંથક ના ખાન ખીજડીયા ગામની વાત કરીએ તો એક વૃદ્ધ મહિલા જેમની ૧૦૧ વર્ષની ઉંમર અને એ તેમના ભત્રીજાઓની સાથે રહેતા આ માજીને કોઈ દીકરા કે દીકરીઓ સંતાનમાં ન હતા અને આ માજીનું જીવન ભક્તિમય જીવન હતું સવારથી જ સ્વામિનારાયણના પૂજા પાઠ કરી મહાદેવના મંદિરે દર્શને જતા ૧૦૧ વર્ષની ઉંમરમાં માજી ક્યારેય બીમાર પડ્યા નથી માજીને કોઈ ડાયાબિટીસ કે બીપીની પણ બીમારીઓ નહિ કોઈપણ દવાની એક પણ ગોળી લીધી ન હતી.

આ માજીનું ઉંમરના કારણે કુદરતી મોત થતા તેમની જે અંતિમ ઈચ્છા હતી એ ઈચ્છા પ્રમાણે તેમના ભત્રીજાઓએ તેમના કુટુંબીક પરિવાર સાથે આ માજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે થી તેમની સ્મશાન યાત્રામાં અબીલ ગુલાલ વાજતે ગાજતે બેન્ડવાજા સાથે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે માજીની અંતિમ ઈચ્છા હતી કે મારી પાછળ કોઈએ રોકડાટ કરવો નહીં હસતા હસતા મને વિદાય આપવી અને એ જ પ્રમાણે દીકરાઓએ કાકીની સ્મશાન યાત્રા કાઢી હતી ત્યારે આ માજીનું જીવન ભક્તિમય હતું અનેક સેવાકી પ્રવૃત્તિઓમાં તેને દાતા તરીકે દાન આપ્યા છે ખાન ખીજડીયા ગામે સ્મશાન માં અંતિમ રથનું પણ દાન કર્યું છે.

ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા માજીનું આજે કુદરતી મોત નીપજતા તેમના ભત્રીજાઓએ પુત્ર બનીને તેમની અંતિમ વિધિઓ વાજતે ગાજતર પૂર્ણ કરી હતી ત્યારેજ કહેવાય છે ને કે ગામડું જ્યા શ્રવણની માફક માતાપિતાની સેવાઓ અને વડીલોનું માંન સન્માન અને મર્યાદાઓ જળવાઈ રહે છે અને એમની ઈચ્છાઓ અંતિમ સુધી પુત્રો પાલન કરતા હોવાનું આ એક કિસ્સો કહી શકાય.