ગાધકડા થી વીજપડી માર્ગ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય અને જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે તો તાત્કાલિક અસરથી નાના વાહનોની મુશ્કેલી દૂર થાય તેવી લોક માંગ ઉઠી રહી છે ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં અધિકારીઓ દ્વારા ચૂપ કેમ..? એવો અણિયાળો સવાલ લોકો કરી રહ્યા છે તેમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

