Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકોને દો બુંદ જિંદગી કી પોલિયો રસિકરણના બે ટીંપા પાવામાં આવ્યાં

પોલિયો નાબૂદી અતર્ગત  ગાધકડા ગામે  ૦ થી ૫ના બાળકો ને દો બુન જિંદગી કી પોલિયો ના બે ટીપાં પીવડાવામાં આવેલ.તેમજ ગાધકડા ની પે સેન્ટર સ્કૂલમાં ઉદ્ઘાટક સાવરકુંડલાના તાલુકા પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવ્યું.તેમજ તેમાં સી.ડી.એચ.ઓ. સાહેબ શ્રી જોષીસર તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મીના સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાના મેડિકલ ઓફિસર નિકુંજસર અને રીપલબેન મહેતા તથા સુપરવાઈઝર ઉમેદભાઈ ચાંદુ તથા એમ.પી.એચ.ડબલ્યુ. જયભાઈ કુંવારિયા તથા એફ.એચ.ડબલ્યુ.આશાબેન હાજર રહેલા હતા.આ ઉપરાત કકુભાઈ હિરાણી તેમજ દક્ષાબેન હિરાણી પણ હાજર રહેલા હતાં એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા