Gujarat

માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ ગામે વરસાદી પાણીનો ભરાવો

માંડવી તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ગામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી.

માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ ગામે ખાબકેલા વરસાદથી પટેલ ફળિયામાં પાણી ભરાયાં છે. પાણી ફરી વળતા આ રોડ પર કાદવ કીચડ વધી જતાં વાહન વ્યવહારોની અવર-જવરમાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.

આવનારા દિવસો સાર્વત્રિક વરસાદના પગલે પાણી ઘરોમાં ભરાવવાની લોકોમાં ભય સતાવી રહ્યો છે, જેથી લોકો દ્વારા યોગ્ય પગલાં લેવાની માગ થઈ રહી છે, જેનાથી પાણીનો યોગ્ય નિકાલ અથવા રોડ પર પુરાણ કરવામાં આવે તો વાહન ચાલકોને રાહત થઈ શકે તેમ છે હાલમાં પાણીનો નિકાલ ન થતાં તેનો ભોગ બનીને નજારો જોઈ રહ્યા છે.

પાણીનો ભરાવાના નિકાલના અભાવે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ગામ પંચાયતની ચૂંટણી બાકી હોય અને વહીવટદારના હેઠળ ગામની દોર હોય તો ગામજનો રજૂઆત કેવી રીતે કરે તેવી દુવિધામાં જોવા મળી રહ્યા છે.